હવે બધા જ ખરીદી શકશે પતંજલિ સિમ કાર્ડ, રોજ મળશે 2GB ડેટા |
બાબા રામદેવએ BSNL સાથે મળીને એક સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડને લોંચ કર્યું હતું. અત્યાર સુધી આ સિમકાર્ડ માત્ર પંતજલિના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ હતું. પરંતુ હવે આ સિમકાર્ડનો ફાયદો સામાન્ય લોકો પણ ઉઠાવી શકશે. ડેટા પ્લાનની વાત કરીએ તો, આ સિમમાં 144 રૂપિયાના રિચાર્જ પર દરરોજ 2જીબી ડેટા અને ફ્રી વોઇસ કોલિંગ મળે છે.
કેવી રીતે મેળવી શકો છો ફાયદા
- જો તમે પતંજલિના મેમ્બર નથી અને આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તમારે 100 રૂપિયા ખર્ચીને પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ ખરીદવાનું રહેશે, જે એક પતંજલિ શોપિંગ કાર્ડ છે, જેમા પતંજલિ પ્રોડક્ટ્સની ખરીદી કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.
- પતંજલિના પીઆરઓ એસ કે તિજરીવાલએ જણાવ્યું હતું કે, જો તમે આ કાર્ડ ખરીદો છો તો તમે પતંજલિના ગ્રાહક બની જશો અને 144 વાળો પ્લાન લઇ શકશો. પતંજલિ શોપિંગ કાર્ડ લઇને BSNLના આઉટલેટ જશો તો ત્યાંં તમને એક મોબાઇલ સિમ કાર્ડ આપવામાં આવશે.
મળશે 5 લાખ સુધીનો વીમો
આ કાર્ડને યૂઝ કરનાર યૂઝર્સને 2.5 લાખનો મેડિકલ અને 5 લાખનો લાઇફ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે.
- સિમ લોન્ચિંગ સમયે બાબા રામદેવએ જણાવ્યું હતું કે, બીએસએનએલ એક સ્વદેશી નેટવર્ક છે અને પતંજલિ અને BSNL હેતુ દેશની સેવા કરવાનો છે. કંપનીનો લક્ષ્ય ચેરિટીનો છે.
- અમારું નેટવર્ક માત્ર સસ્તું ડેટા અને કોલ પેકેજ જ નહી, પણ સાથે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સની સુવિધા પણ આપે છે. જોકે, બાબાએ સ્પષ્ટ કરી દીધુ હતું કે આ ઇન્સ્યોરન્સ માત્ર એક્સીડેન્ટ થવા પર જ કવર કરવામાં આવશે.
Sign up here with your email